આવી ગયા છે ચુંટણી ના દિવસો ઘણા વર્ષો પછી ,
દેખાયા છે નેતાઓ ના ચેહરાઓ ઘણા વર્ષો પછી;
હવે આપશે ખોટા વચનો, અને આપશે ખોટી માયા,
અમે તો કહીશું, અમે તો છીએ જનતા,અમારી પર છે પ્રભુની માયા ;
કોઈ નેતા કહે આતંકવાદી, કોઈ કહે ચોર,
અમે તો કહીશું, ના વિચારો એકબીજા માટે , વિચારો ફક્ત દેશ માટે કારણકે યૅ દિલ માંગે મોર;
હોવો જોઈએ આપનો દેશ યુવાનો ના હાથ માં ,
પણ નથી જોવાતું જેમને પોતાનું શરીર, છે આપનો દેશ તેમના હાથમાં ;
સાચવો તમારું કુટુંબ, સાચવો તમારી જિંદગી,
આપો લગામ દેશ ની યુવાનોને, ને સલામત રેહ્વાળો બીજાની જિંદગી;
આવે છે દેશ પર સંકટ ત્યારે આપો છો ટી.વી.અને સમાચારો માં ઈન્ટરવ્યું ,
કોઈ વાર અમારી પાસે પણ આવી પૂછો, શું છે અમારો વ્યુ ?
ચાહે ગોધરા માં સળગે રેલ , કે સુરત માં આવે રેલ,
છતાં તેઓ કહે છે, આ બધો છે કુદરત નો ખેલ ;
ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે અમારા પર ,
અમે તો સાથે રહીશું ઘડી ના તે દરેક પલ;
તમે તો ભૂલી જાઓ છો માણસાઈ કારણ તમે તો છો નેતા,
અમે યાદ રાખીશું માણસાઈ, કારણ અમે તો છીએ જનતા: